ફ્રેન્ડ અને ફ્રેન્ડશીપ
કોઈ મને પૂછે, ફ્રેન્ડ અને ફ્રેન્ડશીપ શું છે ?
તો મારો જવાબ
આવો હશે;
સવારે વહેલા ઉઠીને કોઈનો ‘ગુડમોર્નીગ’ મેસેજ,
વોટ્સએપ પર જોવાની ઝંખના જાગે, તે ફ્રેન્ડ છે.
ફેસબુક ઉપર નિહાળીને કોઈના સંગાથનો
સુંદર આભાસ થાય, તે ફ્રેન્ડ છે.
આખી જિંદગીનો થાક જેની એક ટ્વિટથી
ઉતરી જાય, તે ફ્રેન્ડ છે.
ઇન્સ્ટાગ્રામ પર જેનો ફોટો જોઈને,
ભેટી પડવાનું મન થાય, તે ફ્રેન્ડ છે.
અને આ લખતાં લખતાં હું જે લાગણી અનુભવું છું,
તે ફ્રેન્ડશીપ છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment