સ્વર્ગ પૃથ્વી પર
જ છે
હે સૂર્યદેવ !
તમે અમેરિકા કેનેડાને અંધકારમાં
ડુબાડીને,
ત્યાં ભારત દેશની પૂર્વમાં ઉગ્યા હશો.
વળી દાંડીમાં
વહેલી સવારમાં મારા ઘરની સામે,
પારિજાતનાં
પુષ્પો ધરતીની ચરણવંદના કરી રહ્યાં હશે.
નેશનલ સોલ્ટ
સત્યાગ્રહ સ્મારક
ઉગતા સૂર્યનું
અભિવાદન કરી રહ્યું હશે.
મોન્ટ્રિઅલમાં નાઇટનો લાઈટ સ્નોફોલ
અને
ન્યુયોર્કમાં રીમઝીમ
રીમઝીમ રેઈનફૉલ થઇ રહ્યો છે.
અમેરિકન સબ
કોન્ટિનેંટમાં રાત રંગીન અને સંગીન છે.
મારુ મન કહે છે,
સ્વર્ગ જોવા માટે
મરવાની શી જરૂર?
સ્વર્ગ પૃથ્વી પર
જ છે, જરૂર તો છે માત્ર યોગ્ય નજર ની.
(પંકજદાંડી)
No comments:
Post a Comment