Thursday, July 2, 2026

કાન્તાબહેનને

 

કાન્તાબહેનને 

1967ની સાલમાં

વિદ્યામંદિર સામાપુરથી આવેલ, વર્ધા રાષ્ટ્રીય શાળા દાંડીમાં

એક નાનકડા વિધાર્થીએ સ્થાન મેળવ્યું હતું તમારા હૃદયમાં.

ધોરણ ત્રણનાં મારાં શિક્ષિકાના વહાલનો જાદુ

હજુ પણ જણાય છે મારા વ્યવહારમાં.

મારી મજાક, મસ્તી, તોફાનો અને નખરાંને સહી લીધા પછી પણ

માફ કરી દેવાના તમારા પં...... શબ્દના સ્પંદનો,

હજુ પણ સંભળાય છે મને મોન્ટ્રિઅલમાં.

આજે બાસઠ વર્ષની ઉંમરે તમારો આ વિદ્યાર્થી જે કંઈ લખશે,

અજાણતામાં પણ તમારું શીખવેલું જ્ઞાન એની પંક્તિઓમાં લહેરાશે.

નથી કહેતો તમે ભળી ગયાં છો પંચમહાભૂતમાં,

અમર છો અને રહેશો મારા પંક્જત્વમાં.

(પંકજદાંડી)

 

હું મારા તમામ શિક્ષકો અને પ્રોફેસરોને ખુબ જ આદર અને માન આપું છું. હજુ થોડા દિવસો પહેલાં જ ગુરુપૂર્ણિમા ગઈ અને આજે મારાં પ્રાથમિક શાળાનાં ધોરણ ત્રણનાં શિક્ષિકા કાન્તાબહેનના અવસાનના સમાચાર મળ્યા. એમને શ્રદ્ધાંજલિ આપતી આજની રચના...

 

No comments:

Post a Comment