Thursday, July 2, 2026

જો એવું થાય તો ?

 

 

જો એવું થાય તો ? 

જો એવું થાય તો ?

દાંડીનો દરિયા કિનારો હોય, પૂનમનો ચંદ્ર હોય,

અને આપણો આખો ક્લાસ ભેગો થઇ જાય.

બસ એક જોરદાર પાર્ટી થઇ જાય... 

જો એવું પણ થાય તો ?

દાંડીમાં લગન હોય, આપણી જ ધૂમ મચી હોય,

અને તેમાં આપણો જ કોઈ મિત્ર હોય વેવાઈ ..... 

ને વળી એવું ય થાય તો ?

કેનેડાવાળા ઇન્ડિયા જતા હોય,

યુ. કે. વાળા હિથ્રોથી જોડાય,

ને મુંબઈથી ન્યુઝીલેન્ડ વાળાનો સંગાથ મળી જાય.....

ઈચ્છું છું બસ એક વાર આવું તો થઇ જ જાય....

(પંકજદાંડી)

No comments:

Post a Comment