છેટા રહ્યાનો ભાસ
દેશ એક છતાં દૂર શહેરનો આપણો વાસ,
ફેસબુકથી પાસ તો ય છેટા રહ્યાનો ભાસ.
વોટ્સએપ કરે વાત ને ફેસટાઈમનો સાથ,
રિંગટોન ખાસ તો ય છેટા રહ્યાનો ભાસ.
કવિતા મારી ખાસ તેમાં તુજ મિલનની પ્યાસ,
દિલ રમે છે રાસ તો ય છેટા રહ્યાનો ભાસ.
આસપાસ આકાશ ને અંતરમાં આભાસ,
ટચ સ્ક્રીન પાસ તો ય છેટા રહ્યાનો ભાસ.
‘વિશિંગ યુ હેપ્પી ન્યુ ઈયર,’ તને જ ખાસ.
વર્ષનો છેલ્લો દિવસ તો ય છેટા રહ્યાનો ભાસ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment