Thursday, July 2, 2026

મહેનતનું ફળ

 

મહેનતનું ફળ 

મારા ઘરના બેકયાર્ડમાં, એપલ  અને પેરનાં ઝાડ છે.

તેમને પણ કોઈકે પ્રેમપૂર્વક રોપ્યાં હશે.

તે જાણતો હશે, કે કોક તેના ફળો જરૂર ખાશે.

આજે તે વ્યક્તિને શોધવી અતિ કઠિન છે,

પણ હું જયારે એ ફળો તોડુ છું ત્યારે,

 નથી જાણતો કે કોનો ઉપકાર લઈ રહ્યો છું.

મારો તેની સાથે કોઈ સબંધ નથી,

 છતાં એની મહેનતનું ફળ મને કેવી રીતે ?

કર્મના ફળનો સિધ્ધાંત આવો પણ હોય શકે ????

જો કૃષિ કેમ્પસ નવસારીમાં મેં રોપેલાં ફળોનો સ્વાદ

કોક બીજાને મળતો હોય તો,

મારાં નવસારીનાં કર્મનું ફળ મને મોન્ટ્રિઅલમાં મળે !

(પંકજદાંડી)

No comments:

Post a Comment