Thursday, July 2, 2026

મંદિરના પૂજારી માટે

 

મંદિરના પૂજારી માટે

પ્રભુ !

તું ય ખરો છે,

ક્યારે કયા સ્વરૂપે આવશે,

એ જ કળવા દેતો નથી !

સવારે તને વોટ્સએપમાં

નમ્ર વિનંતીના રૂપમાં જોયો.

કોઈએ તને સમજવામાં સમય નથી ખોયો,

શી જરૂર છે? એવું એવું તો કોઈ નથી બોલ્યો.

દાંડીવાસીઓએ પોતાની જવાબદારી નિભાવી,

ડોકટરો એમનું કામ કરશે,

 પણ

કૃપા તો તારી જ જોઈશે ને !

(પંકજદાંડી) 

 

રાધાકૃષ્ણ મંદિર, દાંડીના પૂજારી શ્રીને અચાનક મોંઘી સર્જરીની જરૂરિયાત ઉભી થતાં, દેશ વિદેશમાં વસતા દાંડીવાસીઓએ  ગામની જવાબદારી સમજીને તાત્કાલિક જરૂરી રકમ એમને પહોંચતી કરી. આજની રચના એ સંદર્ભમાં.......

No comments:

Post a Comment