ઇન્ડિયા જઈશું
કોરોનાના કાતિલ કહેર પછી હવે અમે ઇન્ડિયા જઈશું,
દાંડી કિનારે લહેર કરીને બંને બા ના આશીર્વાદ લઈશું.
સ્કૂલની થોડી યાદ લખીશું, ઇશ્કની થોડી
વાત લખીશું,
આજે અમે અમારા જમાનાનો નૂતન ઇતિહાસ લખીશું.
ગુરુજનોને યાદ કરી જૂની કવિતાને કિનારે ચાલીશું,
પછી મોડર્ન રેપ સોંગની રિધમ પર હીપહોપ લખીશું.
પરંપરાને તોડીને એક નવી રોમેન્ટિક તસવીર લાવીશું,
સિક્સટી પછી પણ સિક્સટીન વાળી ફીલિંગ્સ લાવીશું.
અમે પણ સોસીયલ મીડિયાને સહારે કમાલ કરીશું,
વોટસએપ ના ગ્રુપ થકી નવા જમાનાની ધમાલ કરીશું.
(પંકજદાંડી)
પાર્વતી બા - દાંડી
પાની બા - ઓંજલ
No comments:
Post a Comment