ગુગલ અને માહિતીનું ચક્ર
જ્ઞાનની ક્ષિતિજો અતિ વિકસિત છે,
પરંતુ સાચા જ્ઞાનીને શોધવા અઘરા છે.
જેને આપણે જ્ઞાન કહીએ છીએ,
જે ગુગલમાંથી મેળવીએ છીએ,
તે તો માહિતી છે.
આપણે જ્ઞાન અને માહિતીને
રમ અને કોકની જેમ કોકટેલ કરી નાખ્યાં.
માહિતી ડિજિટલ બનીને ફાઈલમાં સમાઈ ગઈ,
પછી તે વોટ્સએપ ને ફેસબુક પર અપલોડ થઇ ગઈ.
જ્ઞાનનું વિજ્ઞાન ગુમનામીમાં ડૂબી ગયું ને,
ગુગલ વાળી માહિતીનું ચક્ર ચાલુ થઇ ગયું.
(પંકજદાંડી)
No comments:
Post a Comment