Thursday, July 2, 2026

વંદન કરું છું

 

વંદન કરું છું

વંદન કરું છું એ શહિદની વિધવાને

જેની મહેંદી હજુ તાજી છે.

વંદન કરું છું એ માતાને

 જે લશ્કરને બીજો દીકરો દેવાને રાજી છે.

વંદન કરું છું એ રાખડી વાળી બહેનને

 જેનો વીરો સરહદનો ફૌજી છે.

વંદન કરું છું એ નવવધુને

જેનું સર્વસ્વ સરહદને સમર્પિત છે.

વંદન કરું છું એ ભોળાં બાલુડાંને

જેણે છત્રછાયા ગુમાવી છે.

વંદન કરું છું એ વૃદ્ધ દંપતિને

જેનો ચિરાગ ગોળીથી બુઝાયો છે.

ઉઠો સૌ વંદન કરો જવાનોને

 જેણે બંદૂક હાથમાં ધરી છે.

હું અને આપણે નહિ,

તેઓ જ હિન્દુસ્તાનના પ્રહરી છે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment