Thursday, July 2, 2026

પપ્પા

 

પપ્પા 

મોન્ટ્રિઅલની કડકડતી ઠંડીમાં દાંડીની યાદ સતાવે છે,

કોરોનાના કહેર વચ્ચે પપ્પા આપની ઘણી યાદ આવે છે.

અઢારમી જાન્યુઆરી તમને ખોવાનો ગમ લઈને આવે છે,

પાયલની મેરેજ એનીવર્સરી એ ગમગીની છોડાવતી રહે છે.

આખો દિવસ પાયલ-વિશાલને વીશ કરવામાં વહી જાય છે.    

કેટલુંય રોકુ છું હૃદયને પણ આંખ ભીની થઇ ને જ રહે છે.

હવે તો ક્યારેક આપણા મતભેદોની યાદ આવતી કહાણી છે,

સ્કૂટરની બેકસીટથી મળેલી સોનેરી સલાહની સલામી છે.

છેલ્લાં સત્તાવીસ વરસથી રોજ રોજ એક જ અર્ચના છે,

 તમારા આત્માની શાંતિ માટે હૃદયપૂર્વકની પ્રાર્થના છે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment