Thursday, July 2, 2026

બાળપણમાં આપણે

 

બાળપણમાં આપણે 

બાળપણમાં આપણે ઘણું રમ્યા ક્રિકેટ અને કબડ્ડી,

પહેરવામાં પણ શું મળ્યું ? સફેદ શર્ટ અને બ્લુ ચડ્ડી.

આજનું બાળપણ રમી રહ્યું છે મોબાઈલ ને કમ્પ્યુટરમાં,

એમનું મેદાન બન્યું છે સોફ્ટ સોફ્ટ સોફાની ગાદીમાં.

સંભળાવતા હતા બા, પપ્પા અને ગુરુજનો વારતા પંચતંત્રની,

કાગળની હોડી ને કાગળનાં પ્લેન, નોતી જરૂર કોઈ યંત્રની.

આજે નાની નાની આંગળીઓ રમે છે વિડીયો, શોધી ને યુટ્યુબ,

આઈફોન અને ટેબ્લેટ સંગ રમે, ગોઠવે છે પઝલ ને મેજીક ક્યુબ. 

 (પંકજદાંડી)

 

No comments:

Post a Comment