ભગવાન પર ભરોસો
અલ્યા તે ભગવાન
સામે બંડ પોકાર્યું ?
તારું સોફ્ટવેર
હેંગ થયું કે શું ?
આ સંસારમાં
મૃત્યુ કોટુ ટળ્યું છે ?
જીવન જાત્રા ને મરણ
એનો વિસામો છે.
તારી એકલાની જ આ
તકલીફ છે ?
કોણ યથાકાળે ને
કોણ અકાળે મર્યું ?
આ બધી લમણાઝીંક
મૂક ભાઈ.
ભગવાન જોડે
ભાવતાલ ન કરાય ભાઈલા.
એના સોફ્ટવેરમાં
કોઈ વાયરસ નથી.
એની સૃષ્ટિમાં કશું
જ ઇમ્પરફેક્ટ નથી.
માગવી જ હોય તો હિંમતની માંગ ભીખ,
અને ભગવાન પર
ભરોસો રાખતાં શીખ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment