છૂપો પ્રેમ અધૂરો રહી ગયો
ખબર નથી શું શું હું લખી ગયો,
પ્રેમ મારો કવિતામાં આલેખી ગયો.
દર્શનનો છેલ્લો લ્હાવો મળ્યો હતો,
વાર્ષિક પરીક્ષાનો અંતિમ દિન હતો.
બસ બધું ચુપચાપ સહી ગયો,
જીવ તો મારો દરિયામાં ડૂબી ગયો.
તારી યાદમાં કવિતા લખતો થઇ ગયો,
કારણકે મારો છૂપો પ્રેમ અધૂરો રહી ગયો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment