Thursday, July 2, 2026

મળીશું તો દાંડીના કિનારે

 

મળીશું તો દાંડીના કિનારે

હવે મળીશું તો દાંડીના કિનારે,

ધરતીના છેડાના ઐતિહાસિક ગામે.

સનસેટ સમયે આછા અજવાળે,

ગોઠવીને કોઈ સ્પેશિયલ પ્રસંગે.

બસ હવે મળીશું તો દાંડીના કિનારે.

નેશનલ સોલ્ટ મ્યુઝિયમની વિઝીટ કરીશું,

દાંડીના નવા ઓપ ને કિનારાથી નીહાળીશું.

બદલાતા દાંડીને કેમેરામાં કંડારીશું,

ચશ્મા વાળી આંખે જૂની યાદોને ઝંઝોળીશું.

ઈડલી, ઢોસા, ખમણ ને ભજિયાં પેટ ભરીને ખાશું

પેપ્સી, કોક, થમ્સ અપ ને શેરડીનો રસ વહેંચીને પીશું.

બસ હવે મળીશું તો દાંડીના કિનારે.

ગુરુકુળના પરાક્રમોને હસતાં હસતાં વાગોળીશું,

દિવંગત મિત્રોને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પીશું.

પ્રવાસીઓથી ઉભરાતા દરિયા તટે મઝા કરીશું,

ને કુદરતના સાનિધ્યમાં તાજા માજા થઈશું.

તો ચાલો હવે જરૂર મળીશું દાંડીના કિનારે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment