નકલી રેમડેસીવીર
હે બ્રહ્મા, વિષ્ણુ
ને મહેશ !
સમગ્ર વિશ્વ તમારું જ સર્જન છે
આધિ, વ્યાધિ
ને ઉપાધિ પણ તમારી જ દેણ છે.
વાત, પિત્ત અને
કફ પણ તમારું જ પ્રયોજન છે.
મોહ, માયા, પ્રેમ ને લાગણી પણ તમારા થકી જ આવી છે.
આવેગ, ક્રોધ, કામ અને વાસના પણ તમારાં સર્જનને આભારી છે.
છતાં એ બધામાં ઓરિજિનાલિટીની મહેંક છે.
આજે કોરોના વાયરસના ખપ્પરમાં માનવી હોમાતો જાય છે,
છતાં હિન્દુસ્તાનની પ્રજા લાપરવાહ
અને સરકાર બિનજવાબદાર બની રહી છે.
હદ થઇ જાય છે નકલી રેમડેસીવીર ઇન્જેક્શનો બનાવી
માનવીના મોતમાંથી પણ કમાણી કરી લેવાય છે.
દાદા મહેશ !
તમને નથી લાગતું, તમારે હવે,
ત્રીજું લોચન ખોલવાનો સમય આવી ગયો છે?
(પંકજદાંડી)
No comments:
Post a Comment