Thursday, July 2, 2026

આ બધી જ લીલાઓ તારી છે?

 

આ બધી જ લીલાઓ તારી છે?

 હે પ્રભુ !

મેં મારા માટે શું કર્યું છે ?

મારાં માતા-પિતા મેં પસંદ નહોતાં કર્યાં,

મારા જન્મસ્થળ અને સમયની  

પસંદગી પણ મારી નથી જ.

મારા મૃત્યુ સમય અને સ્થળ વિષે

                             મારી પાસે કોઈ માહિતી નથી.

નથી મારા હૃદયના ધબકાર પર મારો કાબુ,

નથી ચાલતો મારા લોહીના દબાણ ઉપર મારો જાદુ.

પણ મેં મારી પાપલીલાઓ બરાબર સંતાડી રાખી છે,

અને એ હિડન રાખવાની જવાબદારી તારે શિરે નાંખી છે.

શું આ બધી જ લીલાઓ તારી છે પ્રભુ ?

હિડન જવાબદારી પણ ??

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment