Thursday, July 2, 2026

શોધી આપો કન્યા

 

શોધી આપો કન્યા 

દિલ છે બેકરાર, જોઈએ છે એક યાર,

શોધી આપો કન્યા જે કરે મને પ્યાર.

કરો કોઈ જુગાર, નથી સહેવાતો ઇંતજાર,

આ ઉંમરે હવે એકલો કેમ જાઉં બજાર ?

..ગામલોકો સાંભળો મારી પોકાર,

શોધો....શોધો, કોકને તો હશે મારી દરકાર.

બાપલા કરો મારા પર એક ઉપકાર,

શુભ મંગલ યોજના લાવો મોદી સરકાર.

ઊંચી-નીચી, જાડી-પાડી નો સહીશ હું ભાર, 

ને કાળી હશે તો પણ ચાલશે મેરે યાર.

(પંકજદાંડી)

કોરોનાની મહામારીને કારણે લગ્નોત્સુક યુવાનોનાં બે વર્ષ બગડયાં. આજે દેવઊઠી અગિયારસ છે. દેવ તો લગ્નના બંધ દરવાજા ખોલી નાખશે પણ સામે પાત્ર પણ મળવું જોઈએ ને ! એક લગ્નોત્સુક યુવકની વ્યથા વર્ણવતી આજની રચના....

No comments:

Post a Comment