ભારતમાતા રડતી હતી
ભારતમાતા
રડતી હતી,
પહેલાં
આઝાદી માટે અને પછી ભાગલા વેળા.
ભૂખ, ગરીબી, ગંદકી, ભ્રષ્ટાચાર અને
કૌભાંડને કારણે રડતી રહી.
પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધો
દરમ્યાન એ ઘણું રડી.
તાશ્કંદ અને
સિમલા કરાર થકી કશું ન મળ્યું
આશાના
અરમાનો લઈને એક બસ લાહોર પહોંચી
બદલામાં
એને કારગિલ યુદ્ધ મળ્યું.
પાકિસ્તાન, ખાલિસ્તાન, કાશ્મીર અને માઓવાદ,
પૂર્વાંચલનો અલગાવ અને અર્બન નક્સલવાદ,
કિસાન આંદોલન અને
શાહિનબાગ.
ટોળાંશાહી
અને પથથરમારો,
કોરોનાને
ઈલેક્શન અને
ક્રિકેટનો સહારો.
હું
રાહ જોઉં છું મા ભરતીના મુખારવિંદ પર
સુખ, શાંતિ અને સમૃદ્ધિના સંતોષની
લહેરનો ક્યારે વારો ??
(પંકજદાંડી)
No comments:
Post a Comment