Thursday, July 2, 2026

છતાં હું તને ઓળખી ન શક્યો

 

છતાં હું તને ઓળખી ન શક્યો

હે પ્રભુ !

તું આ પંકજરૂપી શરીરના હૃદયમંદિરમાં,

પપ્પા-બા, ભાઈ-બહેન

ને સાગા-સબંધી બનીને આવ્યો.

દાંડીમાં બાળસખા બનીને આવ્યો,

વિદ્યામંદિરનો ગુરુજન બનીને આવ્યો.

ક્લાસમેટ્સ ને કલીગ્સ બનીને આવ્યો.

સ્કૂલ-કોલેજમાં સરસવતી સ્વરૂપે મળ્યો,

ઇન્ડિયામાં લક્ષ્મી સ્વરૂપે ફળ્યો,

કેનેડામાં ડોલર બનીને દોડયો.

સંતાનો, પૌત્ર-પૌત્રીઓના બાળસ્વરૂપે આવ્યો.

તું કેટલો નજીક રહ્યો છે મારી !

 છતાં હું તને ઓળખી ન શક્યો !!

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment