કવિતાના ક્લાસમાં
કવિતાના ક્લાસમાં આંખ આપણી મળતી હતી,
પણ ગુરુજીની હાજરીમાં લાગણી બળતી હતી.
કહેતી તું ક્યારેક મને ‘મિસ્ટર કમલ કુમાર’ હતી
ને ચાહત મારી ‘ચાંદની’ માટે બેસુમાર હતી.
આમતો ઉંમર આપણી બંનેની નાની હતી,
પણ છુપી શરારતમાં પ્રેમની નિશાની હતી.
દોસ્ત પ્રકાશને પણ આની કોઈ ગંધ ન હતી,
સબંધ થકી આપણી સખીઓ સુદ્ધાં અંધ હતી.
મિલન મંદિરની તમામ બારીઓ બંધ હતી,
ને તે છતાંયે દિલમાં ને દિલમાં સુગંધ હતી.
(પંકજદાંડી)
No comments:
Post a Comment