પરિમલ
ઘરને ટોડલેથી મોરનો કેકારવ થયો,
આંબાની ડાળીએથી કોયલનો ટહુકાર થયો.
પારિજાતના પુષ્પોએ ધરતી પર પથારો કર્યો,
આજે મારો ભાઈ પરિમલ સાઠ વરસનો થયો.
ધૂળની ઢગલીમાં રમતાં ને તોફાન મસ્તી
કરતાં,
આજે આપણે જીવનની ષષ્ટિપૂર્તિમાં આવી
ગયા.
સાઠ વરસ પવનની લહેરખીની માફક વહી ગયાં,
‘પંકલો પોદરો’ ને
‘પલ્લો પોદરો’
હવે ભુલાય ગયા.
વિશિંગ યુ આ વેરી હેપ્પી બર્થડે માય
બ્રધર,
લોન્ગ લીવ, બી
હેપ્પી એન્ડ બી ગ્રેટર!
(પંકજદાંડી)
happy birthday paribhai
ReplyDelete